Saturday, December 26, 2009

ઘન કચરો
ગયા વર્ષે અમારી ઓપન લાઇબ્રેરીમાંથી 30 પુસ્તકો ગયા જેનો ઉકેલ કાઢવા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ચાલતી હતી. જેમાં તેમની પાસેથી ઉકેલ મળ્યો કે આપણેં નોટબૂકોની પસ્તી એકઠી કરી તેના પૈસામાંથી નવા પુસ્તકો લાવી એ પુસ્તકોની ઘટ પુરી કરીએ અને ખરેખર તેમણે કરી બતાવ્યું. 2950 રુપિયાની પસ્તી તેમણેં એકઠી કરી અને તેમાંથી જુદી જુદી વિદ્યાર્થી પ્રવૃત્તિ માટે ખર્ચ કરીએ છીએ જેમકે વાંસળી, પંક્ચરપેટી,પુસ્તકો,વાળકાપવાના સાધનો,નેઇલ કટર , ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે મોડર્ન મેગેઝિન વિગેરે.
આ વાતને આગળ લઇ જતાં વિચાર્યુ કે આવી જ રીતે બધા કચરાને એકઠો કરીએ તો કેટ્લું મોટું કામ થાય. એટલે એક ઝાડ પર હુક લગાવી જુદા જુદા થેલા લગાવી નામ લખ્યા જેમકે પેન-બ્રશ, લોખંડ, પ્લાસ્ટિક વિગેરે. અને વિદ્યર્થીઓને વાત કરતાં તો બધો કચરો આવવાં લાગ્યો. છોકરાઓ તો કામ કરવા જાય તોયે બધું વીણતાં આવે, ફરતાં ફરતાંએ કંઇક લેતા આવે આવું આપમેળે થતું જોઇ અંદરથી ખુબ હરખાઉં અને તેમને પણ કહેતો રહું. કોઇ વસ્તુનો ઉપયોગ થઇ શકે તેમ હોયતો તેને ત્યાં ખુલ્લામાં મુકીએ જેથી જેને જરુર જણાંય તે લઇ પણ જાય. આમ અમારું કામ બહુ મજાનું ચાલ્યું. પર્યાવરણ પણ ખુશ અને અમે પણ ખુશ.

2 comments: