Saturday, January 9, 2010

આપણે બસ નાની મોટી માછલીઓ
હમણાંજ નજરસામે એક ઢોરબગલો એક નાનકડા કાંચીડાને ઉપાડી ગયો. સહજપણેજ તેને છોડાવવા પ્રયાસ થઇ ગયો પણ ન કરી શક્યો અને મન ખીન્ન થઇ ગયું. એજ કાંચીડો અનેક નાના જીવોને આરોગી ગયો હશે અને એને આજે બીજુ કોઇ....જેમ મોટી માછલી નાનીને ગળી જાય તેમ સાવ પ્રાકૃતિક,સૃષ્ટિ સહજ વાત છે.માણસનું પણ એવુંજ છે ને ! પ્રાણી સહજ જીવનથી આપણે ટેવાઇ ગયા છીએ. જે પ્રક્રિયા આ પ્રાણી સહજ મણસથી ઉપર ઉઠાવે તેજ ખરી કેળવણી પછી ભલેને તે ગમે ત્યાંથી,ગમે તેની પાસેથી મળતી હોય.
ચોપાસ પ્રકૃતિ,માનવો અને સમગ્ર પર્યાવરણમાંથી શીખતાં થવાનું કાર્ય એટલે શિક્ષણ. શિક્ષણએ માત્ર કોઇ વ્યવસ્થા નથી પણ જીવંત અને અતિ સંવેદન ભર્યું કાર્ય છે.સૌ જન્મે તો સાચુકલાં માનવ જ છે પણ વીસ-પચ્ચીસ વર્ષે એ મશીન બની જાય છે.કોઇ પૈસા કમાવાનું તો કોઇ નામ,પોતાની વિકૃતિઓને સંતોષવાનું ને કોઇ પણ રીતે શોષણ કરવાનું આપણેં શિખી લઇએ છીએ અથવા એમ કહીએ કે શિખવી દઇએ છીએ. પછી જાગી ગયેલાં લોકોએ ફરી માનવ બનવાં અથાગ પ્રયાસ કરવો પડે છે અને આમાં જ લગભગ જીવન ખર્ચાઇ જાય છે. આના બદલે જેવા છીએ તેવાં સહજ રહી શકાયતો ઘણી બરબાદીમાંથી બચી જવાય. એક આદિવાસી ગામની શાળાનાં આચાર્ય સાથે વાત કરતાં તેમણે કહ્યુકે અમારા ગામમાં એકેય પાકું મકાન નહી એટલે ખાસ વિકાસતો ની મલે પણ હું અંહી વીસ વર્ષ થી છું પણ હજુસુધીમાં ગામમાં કોઇએ આત્મહત્યા કરી નથી. વિકાસ અને પ્રગતિનાં નામે કેવી લુચ્ચાઇભરી રીતો આપણેં શોધી કાઢી છે ! જેમાં પ્રગતિતો માત્ર મુઠ્ઠીભર લોકોની જ થાય છે જ્યારે બાકીના તો બાપડા પીસાય છે. આ જીવતાં ડ્રેક્યુલાઓ તમને હરકોઇ ક્ષેત્રમાં મળી જશે. ક્યારેય ન સંતોષાય તેવી પૈસાની ભુખ લાગી છે અને એ ચેપ એટલો વિસ્તરી ગયો છે કે તેનો ઇલાજ કરનાર પણ તેમાં સપડાય છે. આ આખાએ ગોટાળાના મૂળમાં સાચી કેળવણીનો અભાવ છે.
કેળવણીના નામે વ્યાપાર , બાહ્યદેખાવ અને દંભ ભરી લુચ્ચાઇઓ વચ્ચે ખરી કેળવણીની ખરી જરુર છે.જ્યાં સહજ શોષણ રહીત મનવતા પાંગરે, ઉજરે અને વિશાળ થાય ત્યારેજ સંપૂર્ણ ક્રાંતિ થશે,સાચા અર્થમાં સ્વાતંત્ર્ય પ્રાપ્ત થશે,વિશ્વશાંતિ સ્થપાશે અને પશુ સહજ કહેવાતી સામાજીક વ્યવસ્થામાંથી આપણેં ઉપર ઉઠીશું. અને હા આનો બીજો કોઇ વિકલ્પ નથી . સતત યાદ રહે કે આ નાની મોટી મછલીઓની ઉપર પણ કોઇ ન્યાય કરનારું છે.












Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com
Blog- grassrooteducation.blogspot.com

No comments:

Post a Comment