પારકી પીડાથી પેટમાં બળે છે. -કેતન શુક્લ
ગઇકાલે છાત્રાલયની બારી પાસે ઉભો હતો અંદર ત્રણ વિદ્યાર્થીઓ નાસ્તો કરતાં હતાં, મને કહે ચાલો ભાઇ નાસ્તો કરવાં મેં વાતને આગળ ચલાવવા કહ્યું વાહ હમણાંતો મજા હશેને ? ઘરેથી સુખડીને શક્કરપારાને એવું બધું લાવ્યા હશો. છોકરાઓ કહે ના સાહેબ હજુતો વરસાદ પણ ક્યાં થયો છે, આ તો શિયાળામાં ચણાં કરેલા તે બાએ શેકી દીધા છે. અને એકના ચણાં ત્રણ મિત્રો સંતોષથી ખાતાં હતાં. વળી બીજા એક પાસેતો ખરે જ સુખડી હતી પણ ઘી તો જરાય નહીં માત્ર ગોળ અને લોટ. આ સ્થિતિમાંથી છોકરાઓ આવેછે પણ ખુમારી તો ગજબની, જરાએ ફરીયાદ નહી, ખરેખરા ખંતિલા,અભાવની લેશમત્ર અસર નહીં. સવારે જાગે ત્યારથી પુરી તાકાતથી કામે લાગે કોઇજ અપેક્ષા વગર,એટલા ખંતથી પોતાનું કામ કરે. આવા છોકરાઓ કોને વ્હાલા ન લાગે ? એક વાલીતો મને કહે ભાઇ ધ્યાન આપજો માથે દેણું કરીને ફી ભરી છે. મા બાપ તો બાળક માટે બધુજ કરી છુટે ને! પેટે પટાં બાંધીને ભણાવેં અને બધી જ જરુરિયાતો પુરી પાડે. આજની શાળાઓ કઇ દિશામાં જઇ રહી છે? શાળાઓની માંગ વધતીજ જાય છે. યૂનિફોર્મને બૂટ-મોજા, ટાઇને પટ્ટા,આઇ કાર્ડને કીટ હજુતો કેટલીએ લાંબી આ યાદી છે. અને વળી હોબી ફી અરેભાઇ ખાવાનાં સાંસાં છે ત્યાં હોબી ક્યાં કરે? પણ આ ભૂખની કોઇ મર્યાદા નથી. ઘણી શાળાઓમાં સતત ભય અને માનહાની વાળા વાતાવરણમાં બાળકો પીસાઇ રહયા છે. અને પીડાતો એ વાતની છે કે આ વ્યવસ્થા બની ગઇ છે. જેની પાસે એક જ જોડી કપડાં હોય અને પગમાં ચપ્પલ ન હોય તે છોકરો ક્યાં ભણવાં જાય? વિજળીવાળા સાહેબ અને અનેક ત્યારે ગરીબાઇમાં ભણી ગયા બાકી આજે તો શિક્ષણ હજાર વાના માગે છે. ફંદ ફ્તુર વધ્યા છે કારણકે બાહય ફેરફાર કરવો સહેલો છે અને એ પણ એનાજ ખર્ચે. છોકરો ટાઇ, પટ્ટો અને નવા કપડામાં ઇન શર્ટ કરે તો રુપાળો લાગે જ એમા શાળાએ શું કરવાનું? શાળાઓએ માત્ર પોતાનો ફાયદો અને વ્યવસ્થાજ જોવાની માબાપોનું જે થવુ હોય તે થાય. મૂલ્યોનું મૂલ્ય ઘટ્યુ છે કારણકે તે મહેનત, દ્રષ્ટિ,ધીરજ અને સમજણ માગીલે છે અને તેને બાહ્ય રુપતો હોતુ નથી માટે આજનાં ઝડપી યુગ માટે તો આ વાત જાણેં નક્કામી બની ગઇ છે. લોખંડ પર પિત્તળનો ઢોળ ચડાવવામાં લાગ્યા છે,તકલાદીપણું વિકસી રહ્યુ છે પણ જીવન તો નક્કર હોય છે. હરિફાઇ અને શિલ્ડની ચક્કર ચક્કર ફરતી દુનિયામાં ખરું બાળપણ અને ગરીબો તો ક્યાંએ ઉડી જાય છે. અને જે ખરેખર ભણી શકે તેમ છે એ છોકરાઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. આનાથી વધારે બિહામણી ઘટના જીંદગીમાં બીજી કોઇ નથી. શિક્ષણનું વિકરાળ વ્યાપારીકરણ થઇ ગયુ છે. રોગ એવોતો વકર્યો છે કે ઇલાજ કરવા વાળા ઓછા પડે છે. સત્તા, પૈસો અને શક્તિ એટલા અયોગ્ય લોકો પાસે એકઠાં થયા છે કે સાચા લોકોની અસરકારકતા ઘટતી ચાલી હોય તેમ લાગે છે.
અનેક લોકો અરબોમાં આળોટે છે અને પોતાનો હોબી પુરો કરે છે લાખ્ખોની દેવાય જાય છે અને છતા બધુ બરાબર હોવાનો આપણેં ડોળ કરીએ છીએ. એક તરફ પૈસો અને બીજી તરફ લાચારી છે હાડમારી છે. અને પીડાતો એવાતની છે કે મોટાભાગનાને તો આવી પીડાએ નથી થતી.
નીદા ફાઝલીની આ પંક્તિ અંદર ઉતરી ગઇ છે
‘ દો ઔર દો કા જોડ હંમેશા ચાર કહાં હોતા હૈ, સોચ સમજ વાલોં કો થોડી નાદાની દે મૌલ
Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com
Blog- grassrooteducation.blogspot.com
No comments:
Post a Comment