Saturday, January 9, 2010

થોડાં ક્રિયાપદો – જોવું, સાંભળવું,વાંચવું ,લખવું, વિચારવું અને કરવું
- કેતન શુક્લ
ઓશોની ખૂમારી ઉપરના પ્રવચનની 90મીનિટની કેસેટ સાંભળ્યા પછી શું ? ખૂમારી તો ઘરમાંએ ન ચાલતી હોય જ્યાં દિવસ ઉગતા જ અનેક વાર સ્વમાનને ભોગે જીવન ચલાવવાનું હોય, બહાર ડગલેને પગલે સમાધાન કરવું પડતું હોય, ચોતરફ અન્યાય અને વિષમતાઓ નાચ કરતી હોય ત્યારે ઘરનો ઓરડો બંધ કરી ધ્યાન કેમ કરી શકાય? સુંદર સુંદર કવીતાઓમાં કેમ રચ્યા પચ્યા રહી શકાય? સારી સારી વાતો અને તાળીઓના ગડ્ગડાટની આડમાં ચીસો અને ડુંસકાઓ થી કેમ દૂર રહી શકાય ? પોતાની જાતને કેમ અળગી રાખી શકાય ? આવું ગાંધી,ભગતસિંહ,સુભાષચંદ્ર જેવા અનેકોને નહી સમજાણું હોય એટ્લેજ તો તેમણેં પોતાનું સર્વસ્વ હોમી દીધું. આપણેં ડાહ્યા એટલે ડાહી વાતો કરી ચલાવી લઇએ. આજે પણ પરિસ્થિતીમાં કંઇ જાજો ફરક આવ્યો નથી આપણેં રાજાઓના પગ છોડી પ્રધાનો અને ધનવાનોના પગ દબાવવાનું ચાલું રાખ્યુ છે. લોહીમાંથી ગુલામી ન જાય ત્યાં સુધી કોઇ કંઇ કરી શકે નહી. આવા અનેક શહીદોના બલીદાનોને આપણેં લજવતાં રહીએ છીએ. અંગ્રેજોએ આપણી ઉપર રાજ્ય નથી કર્યું પણ ગુલામી આપણી અંદર જ છે માટે આપણેં હંમેશા ગુલામ રહ્યા છીએ. સત્તાની પગચંપી અને નિર્બળનું શોષણ આ જ આપણીં પ્રકૃતિ છે પછી નામ ભલેને ગમે તેટલાં રુપાળાં હોય. ગાંધીજી જો પ્રિટોરીયા જતી વેળાએ થર્ડ ક્લાસમાં જતા રહયા હોત તો કદાચએ મહાત્મા ન બની શક્યા હોત પણ આપણેં તો વગર કીધે થર્ડ ક્લાસ સ્વીકારનારા છીએ, લોકશાહી આપણને ઉપર બેસાડે તોયે આપણેં નીચેજ બેસવા ટેવાયેલા પછી પેલા રાજ કરે એમાં એનો શો વાંક?
ફક્ત સારી સારી વાતોમાં રહી જવાથી નહી ચાલે પણ કંઇક નક્કર સૌએ કરવું પડે તેમ છે. ખાલી દાન દેવાથી નહી ચાલે પણ જાતે કરવું પડે તેમ લાગે છે. માત્ર શિક્ષક જ નહિ પણ કોઇ એંજીનિયર કે વેપારી પણ સાંજે જરુરીયાત વાળા છોકરાઓને ભણાવી શકે,રમાડી શકે જે ગમે તે કંઇક ગોઠવવું જોઇએ. ડોક્ટરો તો ઘણું કરી શકે તેમ છે કંઇક કર્યાનો આનંદ મળે તેવું. કોઇ જ સ્વાર્થ વગર ઉપકારનીએ ભાવના વગર થોડુંએ કરવું બહુ જરુરી લાગ્યુ છે. ન્યાય સાથે જોડાયેલા લોકો માટે પણ આવો કેટલોએ અવકાશ છે. પોતાને ગમતું, પોતાના સ્વધર્મને અનુકુળ કંઇક શોધી કાઢવું જોઇએ. કંઇક નવીન જ કોઇ સંપ્રદાય વગરનું, પોતાનું કહી શકાય તેવું અનોખુ. જીમમાં જઇ પરસેવો પડવો કે ધ્યાનમાં બેસી જઇ આપણોં એકલાનો જ ઉધ્ધાર કરવા જેટલાં આપણેં સ્વર્થી ન થઇએ. આપણી નાની નાની મદદની બહુ બધાને જરુર છે માત્ર પૈસાથી જ મદદ થાય એવું થોડું છે એક વાર નઝર દોડાવી તો જુઓ પછી બીજુ બધુ જ વાહિયાત લાગશે. કંઇ આઇ આઇ એમ વાળા કે આઇ આઇ ટી વાળા જ નવું કરી શકે તેવું નથી અભણ ખેડુત પણ ઘણું કરી છુટે છે. રસ્તા પર પડેલો કાંટો કે પથ્થર તો એક રીક્ષાવાળો પણ દુર કરી શકે છે. આપણેં સૌ એકબીજાને હાથ આપીશું તો કોઇ વર્લ્ડ બેંકની જરુર નથી પડવાની અને આપણે કોઇ વોકાર્ડની. શુંકામ આપણે આપણોં દાયરો આવો કરી નાખ્યો છે? આપણેં તેને વિસ્તારીએ અને સાથે આપણેં પણ વિસ્તરીએ હા પણ આ કોઇ ક્લબ મેમ્બર કે ધંધો વધારવાની વાત નથી. દુનિયા બહુ મજાની ગોળ ક્યાંય ખુંચે-વાગે નહી તેવી હોવી જોઇએ જેને જે કંઇ ખુંચે તેને તે થોડુંસરખુ કરવાં પ્રયાસ કરવો જોઇએ. થિએટરમાં કેમ પચાસ રુપિયામાં આપણે ત્રણ કલાક હિરો બની જઇએ છીએ. પચાસ ખોવાનો અફસોસ નથી થતો પણ એ બધુ નકલી હોય છે પણ અંહી બધું સાચુકલું હશે. રોજે કોઇક એકાદ મસ્ત કામ કરીએ. અવિસ્મરણીય યાદોં થોડી કેમેરાની ઓશિયાળી હોય છે! ‘ઇશ્વર અલ્લાહ તેરે જંહા મેં નફરત હૈ ક્યું જંગ હૈ ક્યું ? તેરા દિલ તો ઇતના બડા હૈ ઇનસાકા દિલ તંગ હૈ ક્યું ? ગુંજરહી હૈ કિતની ચીંખે પ્યારકી બાંતે કૌન સુને? ટુટ રહે હૈ કિતને સપને ઇનકે ટુકડે કૌન ચુનેં ?
દિલકે દરવાઝો પર તાલે ,તાલો પર યે ઝંગ હૈ ક્યું ? ‘ -1947 અર્થ
Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com
Blog- grassrooteducation.blogspot.com

No comments:

Post a Comment