Saturday, January 9, 2010

શું આપણેં સંવેદનશીલ છીએ ખરા ? કેતન શુક્લ 9429315055
નવા બનતા રોડ પરથી પસાર થતાં 45 ડીગ્રી તાપમાનમાં ગરમ ડામર સાથે કામ કરતાં આદિવાસીઓને જોતાં મન વ્યગ્ર થઈ ગયું. રોડની સાઇડમાં બાળકો અને રોડ પર માં બાપો,સાવ વગડાઉં ટેકરી પર ઝુંપડીઓ, આજ અંહી તો કાલ કહીં એ સ્થિતિમાંએ ઝઝૂમતાં એ મનુષ્યોને સલામ ભરવાનું મન થઇ ગયું. ટેલીફોની લાઇન અને અન્ય કોઇ ખાળીયાં એમજ ખોદાય, દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપવાં આવતાં ખાનપરીઆનું પણ એમજ ચાલે.જાણે કોઇ મશીન હોય તેમ આપણેં પણ સંવેદનહીન થઇ પાસેથી પસાર થઇ જઇએ છીએ. કશું ન કરી શકીએતો કંઇ નહી પણ કમસેકમ વેદનાતો અનુભવી શકીએ. શું એમને જેવું આપણેં જોઈએ છીએ તેવું કશુંજ નહી જોઇતું હોય? એમના બળકોનું શું? જીવનભરની મહેનત પછી મેળવે છે શું? બે ટંકનું જેવુતેવું ખાવાનું અને અને ફાટેલાં તુટેલાં કપડાં. ક્યા યુગમાં આપણેં જીવીએ છીએ એજ નથી સમજાતુ. આ આખીએ વ્યવસ્થા નિષ્ફળ ગઇ છે. પ્રગતિના નામે અવગતિ અને શોષણ અને અન્યાય. સંવેદનહીન રીતે હજુ કેટલી હદે આગળ ગયા પછી પાછા વળવાનું સમજાશે?
ઘરમાં થોડીકવાર ઇલેક્ટ્રીસિટી જાય ત્યાં અકળાઇજવાય છે અને જી. ઇ. બી.ને કોસીએ છીએ. આપણેં ભુલી જઇએ છીએ કે કેટલાંએ કર્મચારીઓ એવી ગર્મીમાં પણ થાંભલે ચડી કામ કરતાં હશે. કારમાં બેસતાજ એ.સી. ચાલુ કરવું પડે. દુનિયાંનાં બે ભાગ પડી ગયા છે. એક એ.સી.ની અંદરની દુનિયાં અને બહારની રઝળતી દુનિયાં.
કોઇપણ રીતે કોઇપણ ભોગે આવડતો,સબંધો,હોદ્દાને encash કરીલેવો એજ મોટાભાગની પ્રવૃત્તિનું પુર્ણ વિરામ છે. આ સત્ય પણ કડવું નથી લાગતું કારણકેએ system છે. બધાજ સારા છે અને આટલાંબધા સેવાજ કરે છે, નેતાઓથી લઇને સાધુઓ સુધી છતાં આજ આવી ભયંકર છે અને આપણેં એ જોવું પણ નથી. આ વ્યથાને કમસેકમ અનુભવિએતો ખરાં તો ક્યારેક કોઇક આશા બંધાશે. કમસેકમ આ પીડાવાનું સદભાગ્ય મળે તો બધાજ દરવાજા ખુલી જાય.
આપણાં બાળકને છીંક આવેતો ડોક્ટર અને ભોગવવાં બધા વિલાસની વ્યવસ્થા કરવાજ જાણેં આપણેં સર્જાયા છીએ. આપણું બાળક સ્પોકન ઇંગ્લીશના ક્લાસમાં જાય,સ્વીમીંગ કરે,તબલા શિખે,ડાંસ કરે અને આપણેં કહીએ ડાંસ ઇંડિયા ડાંસ પણ ઇંડિયા ક્યાંથી ડાંસ કરે જ્યાં કરોડોનું બળપણ આ શોષણની વ્યવસ્થાનું ભોગ બનેલું છે. એને તો ખબર પણ નથી કે એ બધાની એ સ્થિતિ શામાટે તેવી છે અને તેને માટે કોણ જવાબદાર છે. ટી. વી. બંધ કરી સુઇ જઇએ સવારે એજ વેપાર ,ધંધા,વ્યવસાય,તક મળે એટલે બીજાને લુંટી લઇએ,સફેદ લુંટ,વ્યાવસાયિક લૂંટ,પધ્ધતિસરની ઉઘાડી લૂંટ-ચોરી ચલાવીએ જેનો આપણને સુતી વખતે લેશમાત્ર ભાર ન હોય કરણકે આપણેં વ્યવસ્થિત ચોરી કરી હોય છે. છતાંએ ક્યારેક નબળી ક્ષણોંમાં આત્મા પુછી બેસે તો કહીદઇએ કે એતો બધાંજ કરે છે આ છે વ્યવસ્થા. કોઇ નાનકડી ચોરી કરે તો દંડાય અને વ્યવસ્થિત,સુઆયોજીત સફેદ ચોરી કરે તો કંઇ નહીં.આ કેવી વ્યવસ્થા કે કામ કરે તે ભુખે મરે અને કંઇ ન કરે તે કરોડોમાં આળોટે !
આજે જીવનનું સેંટર ઓફ ગ્રેવિટી છે રુપીયો. બસ બાહ્ય દંભ અને ભૌતિકતાથીજ જીવન ચાલે છે. જીવન પોતનું મૂલ્ય ખોઇ બેઠું છે. ખિસ્સામાં રુપિયો ન હોયતો એવું લાગેકે જાણેં આપણું અસ્તિત્વજ નથી. ક્યારેક તો અનુભવ થયો જ હશે. સારું લખી લઇએ,સારું ગાઇ લઇએ,વગાડી લઇએ,ધંધા નોકરી કરી લઇએ બસ એટલે વાત પુરી,જીવન સાફ્લ્ય બસ આમાંજ રહેલું છે. પૈસા છે, વાહ વાહ છે, નામ છે નિંદ્રા વધુ પ્રગાઢ બનેછે.અહમનો પર્દો વધુ ઘટ્ટ બને છે અને આપણેં ચૂકી જઇએ છીએ ખરી જીંદગીના દર્શનથી....

Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com
Blog- grassrooteducation.blogspot.com

No comments:

Post a Comment